તહેવારો પહેલા ખાંડ સસ્તી થઈ : ૧ કિલોના રૂા.પ૮

તહેવારો પહેલા ખાંડ સસ્તી થઈ : ૧ કિલોના રૂા.પ૮

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૯: 
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દુર્ગા પૂજા, દિવાળી અને છઠ નજીક છે. આવી સ્થિતિમાં ખાંડના વધેલા ભાવે લોકોનું બજેટ બગાડી દીધું છે. ખાંડના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે. આવી સ્થિતિમાં સરકાર સતત ખાંડની મીઠાશ પાછી લાવવા માટે પગલાં લઈ રહી છે. તહેવારોની સિઝન પહેલાં ખાંડને લઈને રાહતના સમાચાર છે. છેલ્લા ૩ અઠવાડિયામાં ખાંડના છૂટક ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થઈને રૂ.૬૫થી રૂ.૫૮.૫ પ્રતિ કિલો થઈ ગયો છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે મોટી માત્રામાં ખાંડનો ઉપયોગ કરતા વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા ૧૫ દિવસથી વધારીને ૩૦ દિવસ કરી છે. તેનાથી તહેવારો દરમિયાન ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે.