ટ્રમ્પને અમેરીકી કોર્ટનો જાેરદાર ફટકો : અબજાે ડોલરની ટેરિફ ફી કંપનીઓને પરત આપવાનો ઐતિહાસીક આદેશ

ટ્રમ્પને અમેરીકી કોર્ટનો જાેરદાર ફટકો : અબજાે ડોલરની ટેરિફ ફી કંપનીઓને પરત આપવાનો ઐતિહાસીક આદેશ

(એજન્સી)     વોશિંગ્ટન તા.૦૫ :
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને મોટો આંચકો આપતા યુએસ ટ્રેડ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા આયાત શુલ્ક (ટેરિફ) ને રદ કરી, તે રકમ સંબંધિત કંપનીઓને પરત કરવાનો આદેશ જારી કર્યો છે. યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે બુધવારે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે IEEPA કાયદા હેઠળ વસૂલવામાં આવેલી રકમ કંપનીઓને રિફંડ કરવામાં આવે. ગયા મહિને ફેબ્રુઆરીમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ના બહુમતી ચુકાદા સાથે ટ્રમ્પના ઇમરજન્સી ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા હતા. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે IEEPA કાયદો રાષ્ટ્રપતિને મનસ્વી રીતે આવા ટેરિફ લાદવાની સત્તા આપતો નથી. ટ્રમ્પે ગયા વર્ષે એપ્રિલમાં મેક્સિકો, કેનેડા અને ચીન સહિતના દેશો પર ૧૦% થી ૫૦% સુધીના ‘લિબરેશન ડે’ ટેરિફ લાદ્યા હતા, જેના દ્વારા સરકારને અંદાજે ૧૩૦ અબજ ડોલરની આવક થઈ હતી. જજ રિચર્ડ 
ઈટને જણાવ્યું હતું કે જે પણ ઈમ્પોર્ટર્સની એન્ટ્રી IEEPA ડ્યુટી હેઠળ થઈ હતી, તેઓ આ રિફંડ મેળવવાના હકદાર છે. 
નિષ્ણાતોના મતે હવે સરકાર પર હજારો કેસ થઈ શકે છે અને રિફંડની કુલ રકમ ૧૭૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ફેડએક્સ (FedEx) જેવી મોટી કંપનીઓએ પણ આ મામલે કેસ દાખલ કર્યા છે. ‘વી પે ધ ટેરિફ્સ’ નામના નાના વેપારીઓના સંગઠને આ ચુકાદાને મોટી જીત ગણાવી છે.