ટ્રમ્પ બેકાબુ : ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર તાત્કાલીક અસરથી રપ ટકા ટેરિફ ઝીંકી
(એજન્સી) વોશીંગ્ટન તા.૧૩:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોમ્ર્યુલા લાગુ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટેરિફ જાહેર કર્યા છે. આ ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભારત પણ ઈરાન સાથે ખાંડ, ચા, દવા અને સૂકા ફળો સહિત ઘણી વસ્તુઓનો વેપાર કરે છે. હાલમાં, અમેરિકાએ ભારત વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી નથી.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, તાત્કાલિક રીતે અસરકારક. ઈરાન ઇસ્લામિક રિપબ્લિક સાથે વેપાર કરતા કોઈપણ દેશે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરેલા કોઈપણ અને તમામ વ્યવસાય પર ૨૫ ટકા ટેરિફ ચૂકવવાની જરૂર પડશે. આ આદેશ અંતિમ અને નિર્ણાયક છે.ૅ એવું અહેવાલ છે કે ચીન, બ્રાઝિલ, તુર્કી અને રશિયા સહિત ઘણા દેશો ઈરાન સાથે વેપાર કરે છે.
ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા ઈરાન સાથે વ્યાપાર કરતા કોઈપણ દેશ પર ૨૫% ટેરિફ લાદશે, જેનાથી ઈરાન અને તેના વેપારી ભાગીદારો
પર આર્થિક દબાણ વધશે.
અમેરિકન રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ ટેરિફની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ ટેરિફ તાત્કાલિક અમલમાં આવશે.


