તમામ ચીજવસ્તુઓમાં બેફામ ભાવ વધારો- જનજીવન બન્યું દોહયલું!

તહેવારોની ઉજવણીને મોંઘવારીનું ગ્રહણ

તમામ ચીજવસ્તુઓમાં બેફામ ભાવ વધારો- જનજીવન બન્યું દોહયલું!

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ભરની બજારોમાં સખ્ત મંદી પ્રવર્તી રહી છે. જાે કે હાલ શ્રાધ્ધપક્ષ ચાલી રહેલ છે અને શ્રાધ્ધપક્ષ પુર્ણ થતાં નવરાત્રીનાં પ્રારંભ સાથે તહેવારોની મોસમ શરૂ થશે અને ખરીદી નીકળે તેમ મનાઈ છે. જાે કે તહેવારોની ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીનું ્ગ્રહણ લાગી ગયું છે અને તમામ ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારાને કારણે જીવન ટકાવી રાખવું તે પણ આજના સમયમાં ખુબજ મુશ્કેલ બની રહયું છે. તહેવારોની ઉજવણીમાં આ વર્ષે મોંઘવારી નડશે તેમ મનાઈ છે.
આ વર્ષે ચોમાસુ અત્યંત નબળું રહયું છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં અપુરતા વરસાદને કારણે જળાશયોમાં પાણી સંગ્રહ થયેલ નથી. સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયો તળીયા ઝાટક રહયા છે અને અપુરતા વરસાદને કારણે આગામી સમયમાં જ અનેક વિસ્તારોમાં પાણીનું સંકટ અને કટોકટી સર્જાશે તેવો ભય સેવાઈ રહયો છે. આ ઉપરાંત ઘાસચારાની તંગી, સિંચાઈ માટેના જળસ્ત્રોતની પણ કટોકટી છે. આ બધીજ પરિસ્થિતી વચ્ચે મોંઘવારી પણ કુદકે ને ભુસકે વધતી રહી છે. આજે દરેક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં ભાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહયો છે. આજે ચટણીથી લઈ કરીયાણું, સીંગતેલનાં ભાવો વધી રહયા છે. શાકભાજી મોંઘા, ફ્રુટ મોંઘુ, અરે બજારોમાં મળતા વિવિધ કંપનીઓનાં વેફર, સેવ, ગાંઠીયા સહીતના પડીકાઓમાં પણ વધારો જાેવા મળે છે. ફાફડા ગાંઠીયા, વણેલા ગાંઠીયા, મીઠાઈ સહીતનાં પણ ભાવવધારો રહેલો છે. નવરાત્રીનાં તહેવારો આડે માત્ર પાંચ દિવસ બાકી રહયા છે. આગામી રવિવારથી નવરાત્રીનાં શુભારંભ સાથે જ તહેવારો શરૂ થશે અને લોકો તહેવારોની ઉજવણીમાં જાેડાશે.  આ વર્ષે તહેવારોની ઉજવણીમાં મોંઘવારીનો ડામ અડચણ રૂપ બનશે તેવો ભય સેવવામાં આવી રહયો છે. આજે ચોમાસા પછીના સમયમાં બજારોમાં તેજીનો દોર તહેવારોનાં સમયમાંજ થતો હોય ખાસ કરીને સૌથી મોટો તહેવાર એવોે નવરાત્રીનો તહેવાર સતત ૧૦ દિવસ સુધી યોજાતો હોય છે.  આ દિવસોમાં એટલે કે નવરાત્રી દરમ્યાન પુજાપોશી, કંકુ, ચુંદડી, શ્રીફળ, ફ્રુટની ચીજવસ્તુઓની ખરીદી, ઈલેકટ્રીક સીરીઝ, મંડપ, વસ્ત્રો, ચુડીઓ, દાંડીયા, ગરબા સહીતની વિવિધ ચીજવસ્તુઓની બજારોમાં ખરીદી નીકળે છે. નવરાત્રીનાં તહેવારોની ઉજવણી બાદ વિજયાદશમી, દશેરાની ઉજવણી, શરદ પૂનમની ઉજવણી, ત્યારબાદ અગીયારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ સહીતનાં તહેવારો દર વર્ષે પરંપરાગત રીતે ઉત્સાહભેર અને ઉમંગભેર ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તહેવારોની ઉજવણી લોકો ઉત્સાહભેર કરશે જ પરંતુ સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે, આ વર્ષે તહેવારોની ઉજવણીને મોંઘવારીનું ગ્રહણ લાગે તેવો ભય છે. આજે દરેક ચીજવસ્તુઓનો બેફામ ભાવવધારો પગના ચપલથી  માંડી વસ્ત્રો દરેકમાં ભાવવધારો નડશે. આજે વર્ષમાં એકવાર લોકો તહેવારોના દિવસોમાં પોતાના મકાનની સજાવટ, રંગરોગાન કરતા હોય છે પરંતુ  કલર, ઓઈલ પેઈન્ટમાં પણ વધારો, મજુરીમાં પણ વધારો થતો હોવાનાં કારણે મોંઘવારી આજે દરેક ક્ષેત્રોમાં જાેવા મળી રહી છે. ત્યારે તહેવારોમાં પણ મોંઘવારીનાં કારણે ખરીદી બજારમાં અસર થશે તેમ મનાઈ છે. એટલા માટે જ જાણકારો અને બજારની રૂખનાં નિષ્ણાંતોનું કહેવું છે કે, તહેવારો નજીક આવી રહયા છે પરંતુ તહેેવારોની ઉજવણીમાં મોંઘવારીનું ગ્રહણ લાગી જવાનો ભય છે.