દિલ્હીમાં આગામી ૧ર-૧૩ સપ્ટેમ્બરે બ્રિક્સ સંમેલન : ઝીનપીંગ, પુતિન સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે

દિલ્હીમાં આગામી ૧ર-૧૩ સપ્ટેમ્બરે બ્રિક્સ સંમેલન : ઝીનપીંગ, પુતિન સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી તા.૧૦:
વિશ્વના સૌથી શક્તિશાળી જૂથોમાંના એક, બ્રિક્સનું ૧૮મું શિખર સંમેલન ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. આ બેઠક ખાસ છે કારણ કે બ્રિક્સે ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પહેલી વાર છે જ્યારે ૧૧ સભ્ય દેશોનું આખું જૂથ વિશ્વનો ચહેરો બદલવાની ચર્ચા કરવા માટે એકસાથે મળશે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સના પ્રમુખ છે. આ ચોથી વખત છે જ્યારે ભારતે આ જૂથનું નેતૃત્વ સંભાળ્યું છે.
ભારત આ અઠવાડિયે રાજધાની દિલ્હીમાં ૧૮મા બ્રિક્સ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. ૧૨-૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજધાનીના ભારત મંડપમ ખાતે યોજાનાર આ મહત્વપૂર્ણ સમિટમાં બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના નેતાઓ તેમજ અન્ય ઘણા નેતાઓને આઉટરીચ માટે એકત્ર કરવામાં આવશે. બ્રિકક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી ઝીનપીંગ સહિતના દિગ્ગજાે ઉપસ્થિત રહેવાના છે. ચાલુ વર્ષે, ભારત બ્રિક્સનું અધ્યક્ષપદ ધરાવે છે. બે દિવસીય સમિટ દરમિયાન, નેતાઓ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યો શેર કરશે અને સહિયારી પ્રાથમિકતાઓ પર બ્રિક્સમાં સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.