દિલ્હીમાં આવતીકાલથી બ્રિકસ શીખર સંમેલન : વિશ્વ નેતાઓનું આગમન શરૂ 

દિલ્હીમાં આવતીકાલથી બ્રિકસ શીખર સંમેલન : વિશ્વ નેતાઓનું આગમન શરૂ 

નવીદિલ્હી,તા.૧૧
નવી દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલન ૨૦૨૬માં વિશ્વના વિવિધ દેશોના પ્રમુખ નેતાઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સહભાગી થશે. આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, ઈથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફેસલ બિન ફર્હાન અલ સાઉદ, બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા તેમજ યુ.એ.ઈ. ના અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ આ પરિષદમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.  
આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિકસ શિખર સંમેલન માટે વૈશ્વીક નેતાઓનું ભારતમાં આગમન શરૂ થઈ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સૌ પ્રથમ આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા પુતિનનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું હતું. બપોર બાદ વિધિવત સ્વાગત કરવામાં આવશે.
બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીંગ પીંગ પણ આવતીકાલે ભારત આવી રહ્યા છે અને આવતીકાલે બ્રિકસ સંમેલન દરમ્યાન જ ભારત અને ચીન વચ્ચે એક અલગ દ્વિપક્ષી બેઠક યોજાશે.