નાગકા ગામે રહેણાંક મકાનેથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

દારૂની બોટલો નંગ-૨૩૪ કી.રૂા.૨,૬૭,૦૦૦ની કીંમતનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી સામે ગુન્હો દાખલ

નાગકા ગામે રહેણાંક મકાનેથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૭
બગવદર પોલીસ સ્ટેશન હદમાં આવેલા નાગકા ગામના સિંહજરનેસ વિસ્તારમાંથી રહેણાંકના મકાનના ફળિયામાંથી પોરબંદર એલ.સી.બી.એ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૪ કી.રૂા.૨,૬૭,૦૦૦/-ની કીંમતનો મુદામાલ પકડી પાડી બગબદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશેનનો ગુન્હો દાખલ કરેલ છે. એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ ખાનગી હકીકત આધારે, મળેલ બાતમી વાળા નાગકા ગામ સિંહજરનેસમાં રહેતા બાવન કાનાભાઈ કટારાના રહેણાંક  મકાનના તલાસી કરતા ફળીયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કાચની કંપની શીલપેક બોટલોમાં (૧) વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવર કંપનીની ૭૫૦ ML ભરેલ બોટલો નંગ-૧૮૬ કિ.રૂા.૨,૦૪,૬૦૦/- (ર) રોયલ ચેલેન્જ ફાઇન રીર્ઝવ વ્હીસ્કી કંપનીની ૭૫૦ ML ભરેલ બોટલો નંગ-૨૪ કિ.રૂા.૩૧,૨૦૦/- (૩) રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી કંપનીની ૭૫૦ ML ભરેલ બોટલો નંગ-૨૪ કિ.રૂા.૩૧,૨૦૦/- આમ મળી કુલ પુઠાના બોક્ષ નંગ-૧૯ બોટલો નંગ-૨૩૪ કી.રૂા.૨,૬૭,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે  અને મજકુર હાજર નહી મળી આવેલ આરોપી બાવન કાનાભાઈ કટારા વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાવિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.