નેપાળમાં વધુ એક ભૂસ્ખલન થતા ર૧ના મોત
(એજન્સી) કાઠમંડુ તા.૨૯
એક મહિના પહેલા આવેલ જળ હોનારતની આફતની કળ હજુ વળી નથી ત્યાં નેપાળને વધુ એક કુદરતની થપાટ લાગી છે. ફરી એકવાર ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી દીધી છે.
ગુરૂવારથી સતત થઇ રહેલા વરસાદના કારણે પશ્ચિમ અને દક્ષિણ-મધ્ય નેપાળમાં ૨૧ લોકોના મોત થયા છે અને ૧૫૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે. સેંકડો ઘરો અને પુલોને નુકસાન થયું છે. આ મોત બાગલુંગ, પાલ્પા, મ્યાગડી અને ધનુઢા જિલ્લામાં થઇ છે.
ગંડકી પ્રાંત પોલીસ સ્ટેશનથી મળેલા શરૂઆતી ડેટા મુજબ પુરા પ્રાંતમાં વરસાદ સાથે સંકળાયેલી આપત્તિઓથી ૧૧ લોકોના મોત થયા છે, ચાર ઘાયલ છે, ચાર ઘાયલ થયા છે અને ચાર લાપત્તા છે.
પૂર, ભૂસ્ખલન, બાગલુંગ, પર્વત, મતાંગ નવલપરાસી ઇસ્ટ, ચિતવન, પાલ્પા અને ધનુઢા જિલ્લાને અસર કરી છે. ૧૭૯ ઘર પૂરી રીતે તબાહ થઇ ગયા છે. ગંડકી પ્રોવિન્સ પોલીસ સ્ટેશનના ઇન્ફોર્મેશન ઓફિસર કૃષ્ણ પ્રસાદ કોઇરાલાએ કહ્યું હતું કે, નુકસાનની જાણકારી હાલ મેળવાઇ રહી છે.


