ડેરવાણ ગામે કરીયાવર આપી દેવા બાબતે વૃધ્ધને મારમાર્યો 

ડેરવાણ ગામે કરીયાવર આપી દેવા બાબતે વૃધ્ધને મારમાર્યો 
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢના ડેરવાણ ગામે કરીયાવર આપી દેવા અંગે વૃધ્ધને મારમારી ઈજાઓ કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલી સમથકે અમરસીહભાઈ નથુભાઈ પરમારએ પલાભાઈ મનજીભાઈ વાઘેલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ તેના દિકરા નાગદાનના મૃત્યુ પછી આરોપીએ તેની દિકરી મીના તથા નાગદાનની દિકરી સુમીતાને તેડી ગયેલ તયારે જ્ઞાતિની હાજરીમાં મીનાનો કરીયાવર નાગદાનની બંને દિકરીઓને આપી દીધેલ બાદમાં ફરીયાદીએ તેના દિકરા નાગદાનની રખ પાંચમમાં મીના તથા સુમીતાને હાજર રાખવા આરોપીને ફોન કરતા આરોપીએ કરીયાવર આપી દેજાે નહી જાનથી મારી નાખવાની ધકી આપી ફરીયાદીના ઘરે આવી લાકડી વડે આડેધડ મારમારી ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.