ગીર સોમનાથમાં ૧૮૬૦ બાકીદારોનાં વિજ કનેકશન કાપવાની પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરાઈ

ગીર સોમનાથમાં ૧૮૬૦ બાકીદારોનાં વિજ કનેકશન કાપવાની પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરાઈ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૯
ગીર સોમનાથ જીલ્લામાં બાકીદારો સામે પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહીનાં ભાગરૂપે આજથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૧૮૬૦ બાકીદારોનાં વિજ કનેકશન કાપવાની કાર્યવાહી શરૂ કરી અને રૂા. ૭૦ લાખની બાકીની વસુલાત માટે ૮૦ જેટલી ટીમો મેદાનમાં આવી છે. બાકી બીલો નહી ભરવામાં આવે તો વિજ કનેકશન કાપવાની કામગીરી કરવામાં આવશે. ૭ સબ ડીવીઝન કચેરીઓ અંતર્ગત આ ડ્રાઈવ કરવામાં આવી છે. વેરાવળમાં ૩૬૦ ગ્રાહકો પાસેથી રૂા. ૧પ લાખ બાકી છે. સુત્રાપાડામાં ૩૦૦ ગ્રાહકોનાં રૂા. ૧ર.પ૦ લાખ બાકી છે. પ્રભાસ પાટણમાં રપ૦ બાકીદારો પાસેથી રૂા. ૧૦ લાખની વસુલાત બાકી છે. તાલાળામાં રપ૦ ગ્રાહકોનાં રૂા. ૯.૭ લાખ બીલ બાકી. આંકોલવાડીમાં ર૬૦ ગ્રાહકોનાં રૂા. ૯.ર૦ લાખ બાકી જયારે વેરાવળ જીઆઈડીસીમાં ર૧પ બાકીદારોનાં રૂા. ૯.પ૦ લાખની રકમ બાકી છે. જયારે પ્રાચીમાં રરપ બાકીદારો પાસેથી રૂા. ૪.ર૦ લાખની વસુલાત બાકી હોય તે તમામ પાસેથી બીલની વસુલાત માટે પીજીવીસીએલએ કાર્યવાહી કરતા દોડધામ મચી જવા પામી છે.