હવે સગીરો સોશ્યલ મિડીયા એકાઉન્ટ ખોલી શકશે નહી : સરકાર નવા અંકુશ લાવશે
શૈક્ષણિક પોર્ટલ-પ્લેટફોર્મ માટે પણ માતા-પિતાની મંજુરી જરૂરી બનશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
બાળકો ટીનએજર્સમાં સોશ્યલ મીડીયાના વધી રહેલા વળગણ તથા તેના દુષણોની જે બાળ-કિશોર માનવ પર અસર થઈ રહી છે તેની સામે એક બાદ એક દેશો ચોકકસ ઉમર સુધી ટીનએજરે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરી શકે નહી અથવા મર્યાદીત રીતે જ અને તે પણ માતા-પિતાના કંટ્રોલ સાથે કરી શકે તેવા નિયમને અમલી બનાવી રહ્યા છે.
તે જ રીતે ભારતમાં પણ હવે ૧૮ વર્ષથી નીચેની ઉમરના ટીનએજરના સોશ્યલ મીડીયા ઉપયોગ પર અંકુશ આવશે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ અંગે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સરકાર આ અંગે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ તથા મધ્યસ્થી સાથે આ અંગે એક નિયમન અમલમાં મુકવા જઈ રહી છે જે ૧૮ વર્ષથી ઓછી ઉમરના ટીનએજરને સોશ્યલ મીડીયા એકાઉન્ટ બતાવવા અને તેના ઉપયોગ પર નિયમન આવશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂતિર્ સુર્યકાંતની ખંડપીઠ તથા એનજીઓ જસ્ટરાઈટ ફોર વીલ્ડન એલાયન્સના ધારાશાસ્ત્રી સાથે સંમત થતા સોલીસીટર જનરલે જણાવ્યું કે સરકાર સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે અને આ માટેનો અંતિમ ર્નિણય લેવાશે.


