દેશભરમાં અલનીનોની અસરથી શિયાળુ પાક માટે પડકારજનક સ્થિતિ સર્જાશે

દેશભરમાં અલનીનોની અસરથી શિયાળુ પાક માટે પડકારજનક સ્થિતિ સર્જાશે

(એજન્સી)    નવી દિલ્હી, તા.૨૯
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અનિયમિત-ઓછો વરસાદ છે. ખરીફ કૃષિ ચિત્રને અસર કરે છે જ પરંતુ જળાશયો ખાલી હોવાથી શિયાળુ (રવિ) પાક માટે સમય પડકારજનક બની રહેવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કૃષિ સચિવ આતિશ ચંદ્રએ જણાવ્યું હતું કે અલનીનોની અસરથી રવિ પાકનું ચિત્ર પડકારજનક બનશે અને અનાજ-કઠોળ સહિત કૃષિ ઉત્પાદનને અસર થવાની ભીતિ છે.
ખરિફ સિઝન પણ પડકારજનક છે. ખાસ કરીને વરસાદ ઓછો પડ્યો હોય તેવા ક્ષેત્રોમાં મોટો પડકાર છે અનેક રાજ્યોમાં પ્રથમ વાવેતરની અને પછી પાક બચાવવાની ચિંતા ઉભી થઇ હતી. રવિ (શિયાળુ) સિઝનમમાં ઘઉં-તુવેર જેવા પાકોનું વાવેતર ઓકટોબર મહિનાથી શરૂ થતું હોય છે પરંતુ તેમાં મોટી અસર શક્ય છે. ખાસ કરીને ઓછો વરસાદ થયો હોય તેવા ભાગોમાં ઉત્પાદનમાં મોટુ ગાબડુ પડશે.
તેમણે કહ્યું કે, અમુક રાજ્યોમાં જમીનમાં વધુ પડતા ભેજની સમસ્યા છે જ્યારે ઓછો વરસાદ થયો હોય જ્યાં વાવેતરની જ મુશ્કેલી થઇ શકે છે. પાણી-સિંચાઇ વ્યવસ્થા તથા જમીનની સ્થિતિના આધારે વાવેતરની રણનીતિ ઘડવી પડશે.