આજથી અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ
(બ્યુરો) અમદાવાદ તા.૨૯
અમદાવાદમાં જાહેર રોડ ઉપર શાકભાજી અને ફ્રૂટ વેચવા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રોડ ઉપર લારીઓ ઉભી રાખી શાકભાજી તેમજ ફ્રૂટ વેચવાના કારણે ટ્રાફિક થતો હોવાના પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે. માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે. જો જાહેર રોડ કે ફૂટપાથ પર વેચાણ કરશે તો લારી તેમજ સામાન જપ્ત કરી દંડ કરવા સુધીની કાર્યવાહી કરાશે. શહેરમાં વેપાર કરતા તમામ ફળ અને શાકભાજીનાં સ્ટ્રીટ વેન્ડર્સને સૂચના આપવામાં આવે છે કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી કોઈપણ જગ્યાઓ પર શાકભાજી અને ફળનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે.


