પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ફરીવાર હવાઈ હુમલો કર્યો : રરના મોત
(એજન્સી) નવી દિલ્હી તા, ૧
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલો તણાવ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુરુવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં મોટો હવાઈ હુમલો કર્યો હતો.
આ એરસ્ટ્રાઈકમાં ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૧૧થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. પાકિસ્તાની સરકારે આ હુમલાની પુષ્ટિ કરતા માર્યા ગયેલા તમામ લોકોને આતંકવાદી ગણાવ્યા છે.
હેલમંદ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાની સૈન્ય દ્વારા આ એરસ્ટ્રાઈક હેલમંદના ગરમસિર જિલ્લામાં આવેલા બે રહેણાંક મકાનોને નિશાન બનાવીને કરવામાં આવી હતી.


