પુન: યુધ્ધ ફાટી નીકળવાની દહેશતને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં 6 ટકાનો તિવ્ર વધારો

પુન: યુધ્ધ ફાટી નીકળવાની દહેશતને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં 6 ટકાનો તિવ્ર વધારો

(એજન્સી)      નવી દિલ્હી તા.5:
આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 6 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે. હકીકતમાં, ઈરાને છેલ્લા 24 કલાકમાં સંયુક્ત આરબ અમીરાત અને મધ્ય પૂર્વના અખાતમાં જહાજો પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. એપ્રિલની શરૂઆતમાં યુએસ-ઈરાન યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી આ ઘટના સૌથી ગંભીર માનવામાં આવે છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ડોલર 6.27, અથવા 5.8 ટકા વધીને 114.44 પ્રતિ બેરલ પર બંધ થયો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલ 4.48, અથવા 4.4 ટકા વધીને ડોલર 106.42 પ્રતિ બેરલ પર પહોંચી ગયો.
અહેવાલો અનુસાર, સોમવારે ઈરાને હોર્મુઝના વ્યૂહાત્મક સ્ટ્રેટમાં અનેક જહાજોને નિશાન બનાવ્યા અને યુએઈના મુખ્ય તેલ બંદરને આગ લગાવી દીધી. આ ઘટનાએ પ્રદેશમાં ગભરાટ ફેલાવ્યો અને તેલ પુરવઠા અંગે ગંભીર ચિતાઓ ઉભી કરી.
હુમલા દરમિયાન સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના અનેક જહાજોને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. યુએસ નેવીએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે દરમિયાનગીરી કરી અને મિસાઇલ અને ડ્રોન હુમલાઓને રોકવાનો પ્રયાસ કર્યો.