પોરબંદર કંચાર હોટલમાં ટુર પેકેજની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતેથી દબોચ્યો : વર્ષ ૨૦૨૨માં કંચાર હોટલમાં મીટીંગ કરીને અનેક લોકોને ઉતાર્યા હતા બોટલમાં

પોરબંદર કંચાર હોટલમાં ટુર પેકેજની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૬
પોરબંદરમાં વર્ષ ૨૦૨૨ની સાલમાં કંચાર હોટલમાં મીટીંગ કરીને ટુર પેકેજના નામે મોટી છેતરપિંડી કરવાના કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં ૪ વર્ષથી વોન્ટેડ ઈસમને  અમદાવાદ ખાતે પોરબંદર એલ.સી.બી.ને  ઝડપી પાડવામાં સફળતા મળી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગત  તા.૧૨-૯-૨૦૨૨ના રોજ  રજી. થયેલ અને સદરહું ગુનામાં આ કામના આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ એમ.જી. રોડ પર આવેલ કંસાર નામની હોટલના મીટીંગ હોલમાં આ કામના ફરિયાદી તથા સાહેદોનો ટેલીફોનીક સંપર્ક કરી મીટીંગમાં બોલાવી ફરિયાદી તથા સાહેદોને ધ રોયલ રેજીસ હોસ્પીટાલીટી નામની કંપનીના નામ પર ખોટી ઓળખ આપી. ખોટી સ્કીમ બનાવી. ફરિયાદી તથા સાહેદોના ખોટા એગ્રીમેન્ટ બનાવી તેમાં સહીઓ લઇ ક્રેડીટકાર્ટથી ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદોના ખોટા એગ્રીમેન્ટ બનાવી તેમા સહીઓ લઈ ક્રેડિટકાર્ડ ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી ફરીયાદી તથા સાહેદોના અલગ-અલગ રકમ મળી કુલ રૂા.૩,૫૦,૦૦૦/ઓનલાઇન ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ હોવાનો ગુનો રજી. થયેલ. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના કરવામાં આવેલ. જેના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ ઇન્સપેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજાને ખાનગીરાહે હકીક્ત મળેલ કે, ઉપરોક્ત ગુનામાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી પુરણસિંગ ઉર્ફે આશુ રાજપુત સ./ઓ. શિવરાજસિંગ કુશવાહા રહે. અમદાવાદવાળો હાલ અમદાવડત ખાતે હોવાની હકીકત મળેલ હોય. જેથી ઉપરોકત હકીકત આધારે એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇને અમદાવાદ ખાતે ઉપરોક્ત આરોપીની તપાસમાં મોકલતા આરોપી અમદાવાદ નરોડા કઠવાડ ગામ નિલકંઠ રેસિડેન્ટી ખાતેથી મળી આવતા આરોપી પુરણસિંગ ઉર્ફે આશુ રાજપુત સ./ઓ. શિવરાજસિંગ કુશવાહા(ઉ.વ.૨૯) રહે. હાલ અમદાવાદ નરોડા કઠવાડ રેસિડેન્ટી બ્લોક સી. નં.૧૦૪ અમદાવાદ વાળાને ઉપરોક્ત ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.