ભારત-અમેરીકા વચ્ચે ૯.૩ કરોડ ડોલરનો સંરક્ષણ કરાર
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦:
ભારત-અમેરીકા વચ્ચે લાંબા સમયથી ટેરીફ મુદે સર્જાયેલા વિવાદમાં એક તરફ હાલમાં જ અમેરીકાએ ભારતના કૃષિ ઉત્પાદનો પરનો ટેરીફ જે ૫૦ ટકા હતો તે ફરી એક વખત તેના મુળ દરે લાવી દીધો છે અને તેનાથી રૂા.૯ હજાર કરોડથી વધુની કૃષિ નિકાસનો અમેરીકામાં ફરી એક વખત સ્થાન મળશે તે નિશ્ચિત બન્યું છે.
બીજી તરફ ભારતે પણ અમેરીકા સાથેના સંબંધોને મહત્વ આપીને દેશની સરકારી ઓઈલ કંપનીઓએ અમેરીકા પાસેથી ૨.૨ મીલીયન ટન કુકીંગ ગેસ ખરીદવા માટે જે જંગી કરાર કર્યો છે તે પછી એક મહત્વપૂર્ણ ર્નિણયમાં ભારત અને અમેરીકા હવે લશ્કરી વ્યુહાત્મક સોદામાં પણ આગળ વધી રહ્યા છે.
અમેરીકાએ ભારતને ૯૩ મીલીયન ડોલરના અત્યંત આધુનિક હથીયારો વેચવાની પણ મંજુરી આપી છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ અંગે જાહેર કરેલી માહિતી મુજબ ભારતને તે અતી આધુનિક જેવીલીન એન્ટીટેન્ક મીસાઈલ ઉપરાંત એકસ કેલીબર પ્રીઝીશન ગાઈડેડ આર્ટીલરી વેચશે.


