મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરાયું

જિલ્લામાં અંદાજિત રૂા.પાંચ કરોડના ખર્ચે નવનિમિર્ત ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂા.૯૦ લાખના ખર્ચે નવનિમિર્ત તાલુકા હેલ્થ કચેરી, જામખંભાળિયાનું લોકાર્પણ : આયુષ્માન આરોગ્ય મંદિરમાં નાગરિકોને વિવિધ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ પ્રાપ્ત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત અને વિવિધ આરોગ્ય સંસ્થાના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજિત પાંચ કરોડના ખર્ચે કુલ ૧૧ જેટલા નવનિમિર્ત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઇ લોકાર્પણ તથા તાલુકા હેલ્થ કચેરી, જામખંભાળિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતમુહૂર્ત તથા વિવિધ આરોગ્ય સંસ્થા ઈ લોકાર્પણ તથા અંદાજિત ૯૦ લાખની રકમના ખર્ચે નવનિમિર્ત તાલુકા હેલ્થ કચેરી જામખંભાળિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવનિમિર્ત તાલુકા હેલ્થ કચેરી આરોગ્યના કર્મચારીઓ માટે ઘણી સહાયરૂપ થશે. વધુમાં રાજ્યસભાના સાંસદ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દૂરંદેશી નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબધ્ધ છે. વડાપ્રધાનએ છેવાડાના માનવી ચિંતા કરી પી.એમ.જે. વાય યોજના અંતર્ગત રૂા.૦૫ લાખની સહાય અમલમાં મૂકી છે આરોગ્ય ક્ષેત્રે સીમાચિન્હ રૂપ સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક કદમ આગળ વધી પી.એમ.જે. વાય યોજના હેઠળ રૂા.૧૦ લાખ સુધીની સહાય થકી નાગરિકોને આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું છે. વધુમાં રાજ્યસભા સાંસદ ઉમેર્યું કે, સાંપ્રત સમયમાં નાગરિકોની જીવનશૈલી પરિણામે ઘણી બીમારીઓ પ્રમાણ  વધ્યું છે. 
જેના પરિણામે સરકાર પણ નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લેવામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિરનું ઇ-લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ સ્થળ પર જ મળતા આરોગ્યની પાયાની સુવિધાઓ વધુ સશક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.પ્રકાશ ચાન્ડેગ્રા તથા આભારવિધિ ઈનચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટા દ્વારા કરવામાં આવી હતી.