મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતીનગરનાં રસ્તાની ખરાબ હાલત : બે વાહનો ખાડામાં ખુંચી ગયા !

મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતીનગરનાં રસ્તાની ખરાબ હાલત : બે વાહનો ખાડામાં ખુંચી ગયા !

જૂનાગઢ તા.4
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રસ્તાના ખાડાઓમાં વાહનો ફસાવવાનાં બનાવો સતત બની રહયા છે. ત્યારે લોકોને ભારે મુસીબત પડી રહી છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થયા ભારે વરસાદ પડવાનાં કારણે રસ્તા ઉપર પાણીનાં પુર વહેવા લાગ્યા હતાં. અધુરામાં પુરૂ ખરાબ રસ્તાઓનાં કારણે અનેક સ્થળોએ અકસ્માતનાં બનાવો પણ બન્યા છેે. તેમજ વાહન ફસાવવાનાં પણ બનાવો બન્યા છે. આ દરમ્યાન મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતીનગર, ખોડલ પાઈપ લાઈન નજીક ખાડામાં એક મોટર ખુંચી ગઈ હતી. તેમજ આજે પણ એક ટ્રેકટર ખાડામાં ખુંચી જવાનો બનાવ બનવા પામ્યો હતો. જેસીબી બોલાવી અને આ વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મારૂતીનગરનાં રસ્તાઓની ખુબ જ ખરાબ હાલત છે અને જેને લઈને અહીં રહેતા રહેવાસીઓને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે તંત્ર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.