સરગવાડામાં ટોરેન્ટ ગેસની ગોકળગતીનાં કામનો ભોગ બનતો ગૌવંશ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.22
તા.21-6-2026ને ગઈકાલ રવિવારના રોજ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ સરગવાડા ગામમાં સાંજના 5 વાગેના અરસામાં ટોરેન્ટ ગેસ અને મહાનગર પાલિકાના કામો ગોકળગતીએ ચાલુ છે જેનો ભોગ એક ગૌવંશ બન્યો હતો. આ ટોરેન્ટ ગેસ તેમજ મહાનગરપાલિકા જે ગોકળગતીએ કામ કરી રહી છે. આવનારા સમયમાં જો આજ રીતે કામો થયા તો આમાં ભોગ બનનાર જવાબદાર કોણ મહાનગરપાલિકા કે પછી ટોરેન્ટ ગેસ વોર્ડ નંબર 1 સરગવાળા વિસ્તાર ટોરેન્ટ ગેસ કામ ચાલી રહ્યું છે. કામ પણ 15 થી 20 ftનો ખાડો ખુલ્લો મુકી ક્યાં કારણોસર કામ બંધ છે અને કયા કારણોસર ખાડો ઓપન રાખીને ચાલ્યા ગયા છે તેના લીધે નંદી અંદર પડી ગયેલ અને વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોઈ મોટો અકસ્માત થાય તેવી સંભાવના રહેલી છે.


