મુંબઈમાં પ્રદુષણ રોકવા સરકારની કડક કાર્યવાહી ૧૦૦૦થી વધુ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ બંધ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. પર્યાવરણ મંત્રી પંકજા મુંડેએ વિધાનસભામાં જાહેરાત કરી કે ૧૦૦૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સને કામ રોકવાની (સ્ટોપ-વર્ક) નોટિસ જારી કરવામાં આવી છે. આ કાર્યવાહી ’ક્લીન એર કેમ્પેઇન‘ હેઠળ કરવામાં આવી છે, જેમાં પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરનાર સાઇટ્સ પર સખ્તી અપનાવવામાં આવી છે.
અધિકારીઓ અનુસાર, ઓક્ટોબર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૧,૯૮૧ કારણ બતાવો (શો-કોઝ) નોટિસ જારી કરવામાં આવ્યા હતા અને ૧,૦૪૭ સાઇટ્સને કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


