મમતા બેનર્જી સુપ્રિમ કોર્ટ પહોંચ્યા : આજે એસઆઈઆર મામલે સુનાવણી
પશ્ચિમ બંગાળમાં ર૦ર૬માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જુની મતદારયાદી મુજબ કરાવવા મમતા બેનર્જીની માંગણી
(એજન્સી) નવી દિલ્હી તા.૦૪
સુપ્રીમ કોર્ટ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) વિરુદ્ધની અરજી પર સુનાવણી થવાની છે. બંગાળના ઝ્રસ્એ પોતાની અરજીમાં બંગાળમાં ચાલી રહેલા જીૈંઇ હેઠળ મતદાર યાદીના સુધારાને પડકાર્યો છે.
સુનાવણી માટે મમતા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. આ માટે સુપ્રીમ કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. મમતાની માંગ છે કે ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જૂની યાદીના આધારે જ કરાવવામાં આવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્ન્મ્ ડિગ્રી ધારક મમતા કોર્ટમાં પોતે પોતાની દલીલો પણ રજૂ કરી શકે છે. આ મામલો ઝ્રત્નૈં સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચમાં છે.
આ અરજીઓમાં મમતા ઉપરાંત મોસ્તારી બાનુ અને તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર)ના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેનની અરજીઓ પણ સામેલ છે.


