ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે નીતીન નબીનની તાજપોશી
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ઁસ્ નરેન્દ્ર મોદી ભાજપ હેટક્વાર્ટર સંબોધન કરતા કહ્યું- ભાજપે શુન્યથી લઈને શીખર સુધીની યાત્રા જોઈ છે.
આજે સવારે નવીન દિલ્હીમાં ભગવાન વાલ્મીકિ મંદિર, ગુરુદ્વારા બંગલા સાહિબ અને ઝંડેવાલન મંદિર ગયા અને માથું ટેકવ્યું. ૪૫ વર્ષના નબીન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમના પહેલા અમિત શાહ ૪૯ વર્ષની ઉંમરે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ભાજપના નબીન પાર્ટીના ૧૨મા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે.


