મેળા પહેલાંના રવિવારે ભવનાથમાં જૂનાગઢવાસીઓની ભીડ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન શહેરમાં લાખ્ખો ભાવિકોની ભીડ હોય છે. આથી મેળા પહેલાંના રવિવારે જૂનાગઢવાસીઓની ભીડ ભવનાથમાં ઉમટી પડી હતી. લોકો રોડની સાઈડે બનાવેલા ભીંતચિત્રો પાસે તેમજ ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પરિવાર સાથે સેલ્ફી અને વિડીયો બનાવી સ્ટેટસ અપડેટ કરતા જોવા મળ્યા હતા. ભવનાથ જતા રોડ પર ઠેકઠેકાણે ટ્રાફિક જામ સર્જાયો હતો.