યુધ્ધની સ્થિતિમાં ઓઈલ કંપનીઓને બખ્ખા : અબજાે ડોલરનો નફો કર્યો
(એજન્સી) નવી દિલ્હી તા.પ
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની સૌથી મોટી અસર તેલ બજાર પર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર ખતરો વધતા જ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો. તેની અસર આખી દુનિયામાં જોવા મળી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું, માલસામાનના પરિવહનનો ખર્ચ વધ્યો અને ઘણા દેશોમાં રોજિંદી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા છે.
પરંતુ જ્યાં સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન રહ્યા, ત્યાં જ દુનિયાની મોટી તેલ કંપનીઓ માટે આ સમય કમાણીનો અવસર બની ગયો છે. બીજા ક્વાર્ટરના પરિણામોમાં ૬ મોટી કંપનીઓએ ઘણા વર્ષોનો સૌથી વધુ નફો નોંધાવ્યો.


