યુધ્ધ કયારે બંધ કરવું તે અમેરીકા નહીં અમે નક્કી કરીશું : ઈરાનનો હુંકાર

યુધ્ધ કયારે બંધ કરવું તે અમેરીકા નહીં અમે નક્કી કરીશું : ઈરાનનો હુંકાર

(એજન્સી)       તહેરાન તા.૧૦ :
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનની લશ્કરી તાકાત ખત્મ થઈ છે અને યુદ્ધ બહુ જલ્દી પુરુ થશે તેવા ટ્રમ્પના દાવા પર વળતો જવાબ આપતા ઈરાને જાહેર કર્યુ કે યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યુ હતું પણ ખત્મ અમે કરીશું.
યુદ્ધ કયારે ખત્મ કરવું તે અમો નકકી કરશું. ઈરાનના ઈસ્લામીક  રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ એ જાહેર કર્યુ કે, આ ક્ષેત્ર (મધ્યપુર્વના) સમીકરણો અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તે હવે તહેરાનના હાથમાં છે.
અમેરિકી સેના યુદ્ધ ખત્મ કરી શકે નહી. ઈરાને જણાવ્યું કે જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો અમો તેલનું એક ટીપુ પણ અહીથી પસાર થવા દેશુ નહી. અગાઉ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જો હોર્મુઝ પરથી એક ડ્રોન પણ ઉડશે તો અમો ૨૦ ગણી તાકાતથી ત્રાટકશું.