ટ્રમ્પે યુધ્ધ સમાપ્ત કરવાનો સંકેત આપતા ક્રુડ તેલના ભાવમાં કડાકો બોલ્યો
(એજન્સી) વોશિંગ્ટન,તા.૧૦
ઈરાન સામેનુ યુદ્ધ વ્હેલીતકે ખત્મ થઈ જવાના અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનને પગલે ક્રુડતેલમાં આજે ૧૧ ટકાનો જોરદાર કડાકો સર્જાયો છે. ૧૧૯ ડોલર સુધી પહોંચી ગયેલો ક્રુડનો ભાવ આજે ઈન્ટ્રા-ડે ૮૫ ડોલરની નીચે ઉતરી ગયો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ વ્હેલીતકે પુર્ણ થઈ જવાનુ નિવેદન કર્યુ હતું. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટેટ બંધ થવાના કારણોસર ભારત સહિત દુનિયાભરમાં ક્રુડની સપ્લાય પ્રભાવિત થઈ છે અને તેને કારણે વૈશ્વિક ક્રુડભાવ સળગ્યા હતા. પરંતુ આજે ટ્રમ્પના નિવેદન બાદ કડાકો હતો.
ક્રુડને વૈશ્વિક ભાવ ગઈકાલે ઉંચામાં ૧૧૯ ડોલરને આંબી ગયો હતો. આજે વર્લ્ડમાર્કેટમાં ડબલ્યુટીઆઈ ક્રુડ નીચામાં ૮૪.૪૩ ડોલર થઈને ૯૦.૩૧ ડોલર સાંપડયુ હતું. બ્રેન્ટ ક્રુડ નીચામાં ૮૮.૨૨ ડોલર થઈ તે ૯૪.૨૨ ડોલર હતો.
જાણકારોના કહેવા પ્રમાણે યુદ્ધ ખત્મ થવાના સંજોગોમાં ફરી હોર્મુઝ સ્ટ્રેટ ખુલી શકે અને કેટલાંક દિવસોથી આ જળમાર્ગે બંધ થયેલુ ક્રુડતેલનું પરિવહન ફરી શરૂ થવા સાથે સપ્લાઈની ચિંતા દુર થઈ શકે છે.


