યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ ૧ જાન્યુઆરી સુધી ટળી શકે છે

યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ ૧ જાન્યુઆરી સુધી ટળી શકે છે

(એજન્સી)        નવી દિલ્હી તા.૮
UPI વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કના અમલીકરણની તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. તહેવારોની મોસમ દરમિયાન વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને તૈયારી માટે પૂરતો સમય પૂરો પાડવા માટે આ ર્નિણય લેવામાં આવી શકે છે.
નવા નિયમો હેઠળ પણ, નાના વેપારીઓ અને વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો માટે શૂન્ય MDR લાગુ રહેશે. રીઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખૂબ જ નજીવી ફી ડિજિટલ વ્યવહારોના જથ્થા પર નોંધપાત્ર અસર કરે તેવી અપેક્ષા નથી.
UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) હવે ૧૫ ઓક્ટોબરને બદલે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી લાગુ થવાની ધારણા છે. રૂા.૪૭ લાખ સુધીના ર્વાષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને MDRમાંથી મુક્તિ મળી શકે છે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ૧૫ ઓક્ટોબરને બદલે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી લાગુ થવાની ધારણા છે. જેનાથી ક્રિસમસ સુધીના તહેવારોની મોસમ દરમિયાન UPI ચુકવણીઓ મફત રહેશે તેની ખાતરી થશે.