રાજયમાં સીઝનનો સરેરાશ 19.42 ઈંચ - 54.28 ટકા વરસાદ નોંધાયો

રાજયમાં સીઝનનો સરેરાશ 19.42 ઈંચ - 54.28 ટકા વરસાદ નોંધાયો

(બ્યુરો)      અમદાવાદ તા.27
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે મોસમનો 54.28 ટકા વરસાદ પડયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મિમી વરસાદ પડ્યો છે. મુખ્યત્વે છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવ-થરાદના રાહમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58 ટકા, સૌરાષ્ટ્રમાં 43.75 ટકા, ઉત્તર ગુજરાતમાં 41.25 ટકા અને કચ્છમાં 19.05 ટકા વરસાદ થયો છે.