વિદ્યાર્થી હિંસા પર અમીત શાહનો જવાબ જરૂરી : કોંગ્રેસ

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમીત શાહને પત્ર લખીને પુછયું, શું તમે આ પ્રકારના બળપ્રયોગની મંજુરી આપી હતી ?

વિદ્યાર્થી હિંસા પર અમીત શાહનો જવાબ જરૂરી : કોંગ્રેસ

(એજન્સી)      નવી દિલ્હી, તા.27
નવી દિલ્હીના જંતર-મંતર ખાતે જેન-ઝીના આંદોલન વખતે થયેલા પોલીસ દ્વારા બળપ્રયોગના મુદ્દે સંસદ હવે સમરાંગણ બની ગઈ છે. કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે, જંતર-મંતર પર થયેલ વિદ્યાર્થી હિંસા મામલે ગૃહ મંત્રી અમીત શાહનો જવાબ જરૂરી છે. શિક્ષણ મંત્રીના રાજીનામાથી જોશમાં આવી ગયેલા વિપક્ષ હવે આંદોલનમાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનોએ યુવા આંદોલનકારીઓને બેરહેમીથી જે માર માર્યા તે ઉપરાંત રામમંદિર દાનચોરી મુદે સરકારને ભીસમાં લઈ રહ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ અંગે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખી આ અંગે જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી છે. ખાસ કરીને પેલેટ ગનનો ઉપયોગ એ સૌથી મોટો મુદો બની ગયો છે.રેપીડ એકશન ફોર્સ પણ સ્વીકાર્યુ કે, વધુ પડતો બળપ્રયોગ થયો હતો. હવે વિપક્ષ આ મુદે ધમાલને વડાપ્રધાન દેશની માફી માંગે તેવી માંગણી કરી છે. રાહુલ ગાંધીએ તેમના પત્રમાં અમાનુષી અત્યાચાર તથા બળનો ઘાતકી ઉપયોગ જે શબ્દનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધીએ આ પત્રમાં ગૃહમંત્રી તરીકે શું તમે આ પ્રકારના બળપ્રયોગની મંજુરી આપી હતી ? તેવો પ્રશ્ન અમિત શાહને કર્યો છે. જો તેઓએ મંજુરી નથી આપી તો કોણે મંજુરી આપી ? શું સાદા કપડા વાળા જે જંતર મંતર પર આ રીતે અત્યાચારમાં સામેલ હતા તે શું પોલીસ હતા કે સ્વયંસેવકો તેવો મુદો પણ ઉઠાવ્યો છે.