ઉત્તરપ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૭
ઉત્તરપ્રદેશના વર્તમાન ગવર્નર અને ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ રાજાધિરાજ દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું હતું. પુત્રી અનાર પટેલ સહિત સપરિવાર પધારેલા આનંદીબેન પટેલે દ્વારકાધીશ જગત મંદિરે દેશવાસીઓની સુખ સમૃદ્ધિ માટે કામના કરી હતી. બાદમાં તેઓએ શારદાપીઠની મુલાકાત લઈ બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. તેમની સાથે કલેકટર રાજેશ તન્ના, પ્રાંત અધિકારી અમોલ આવતે સહિતનો અધિકારીગણ અને પુજારીગણ સાથે રહ્યો હતો.


