રાયપુરના સ્ટીલ પ્લાન્ટમાં અકસ્માત થતા 5 ના મોત.
છતીસગઢના રાયપુરમાં આવેલ સિલાતારા વિસ્તારમાં આવેલ ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત લી. નામના સ્ટીલ પ્લાન્ટમાં બાંધકામ દરમિયાન માળખું તૂટી પડતા 5 લોકોના મૃત્યુ થયું છે તેમજ અન્ય કેટલાક કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને તત્કાળ પાંડીની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા રાયપુરના વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે દોડો આવ્યા હતા. અકસ્માત થવા અંગે તપાસ અને બચાવની કામગીરી હાથ કરી છે.


