રવિવારની સાંજે ભવનાથમાં અંધારા ઉતર્યા

ભવનાથમાં રવિવારે આખો દિવસ વીજ પ્રવાહ બંધ થતો રહ્યો હતો. એક તરફ રવિવારે જૂનાગઢવાસીઓ ભવનાથમાં ફરવા માટે ઉમટી પડયા હતા. ત્યારે સાંજે 6:45 થી 7 વાગ્યા સુધી ભવનાથમાં રોડ પર અંધારા ઉતર્યા હતા. ફક્ત વાહનોની લાઈટનાં અજવાળે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવું પડ્યું હતું.