શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
જૂનાગઢ, તા.૧૧
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી.જુનાગઢનાં પ્રમુખ રસીલાબેન સોઢાની યાદી જણાવે છે કે સંસ્થાની ૩૪મી વાર્ષિક સાધારણ સભા તારીખ-૦૮/૦૮/૨૦૨૬ને શનિવારનાં રોજ સાંજનાં ૪:૩૦ કલાકે ગાર્ડન કાફેમાં યોજવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી સંસ્થાનાં બીનાદીદી અને રીનાદીદી પઘારેલ હતા. આ કાર્યક્રમમાં પ્રાર્થના અમિષાબેન માંકડે રજુ કરેલ સ્વાગત પ્રવચન સંસ્થાનાં ઉપપ્રમુખ સાધનાબેન ર્નિમળે કરેલ બાદમાં સંસ્થાનાં વાર્ષિક હિસાબો કૃપાલીબેન જીકરીયા તથા નમ્રતાબેન પરમારે રજુ કરેલ હતાં સંસ્થાનાં પ્રમુખ રસીલાબેન સોઢાએ દરેક શેરહોલ્ડરને દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરેલ અને સાથે દરેક શેરહોલ્ડરને રૂા.૩૦૦ની ભેટ તા.૨૦/૦૮/૨૦૨૬થી સંસ્થાની ઓફિસેથી મેળવી લેવાં જણાવેલ અને વર્ષ દરમ્યાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યોની વિગતવાર જાહેર કરેલ હતી. બીનાદીદીએ સ્ટ્રેશમુક્તિ માટે વક્તવ્ય આપેલ અને પ્રેકટીકલ કરાવી સ્ટ્રેશસમુકત કરી બહેનોને આનંદમાં લાવેલ જેથી બહેનોનાં મોઢા ઉપર હાસ્ય રેલાય ગયેલ અને આદરણીય રીનાદીદીએ વ્યસન મુક્તિ વિશે સમજાવેલ હતું. બાદમાં હાઉસી ગેમ રમાડવામાં આવેલ હતી ત્યારબાદ સહુ સભાસદ બહેનોએ સાથે ભોજનનો આનંદ લીધેલ બહોળી સંખ્યામાં સભાસદ બહેનો હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં અંધ કન્યા છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવેલ હતી. આ કાર્યક્રમના અંતે આભારવિધિ અલ્કાબેન ઉપાધ્યાય એ કરેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી રૂપલબેન લખલાણીએ કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ડાયરેક્ટર હીનાબેન મજમુદાર, ઝંખનાબેન ભીંડોરા, જમકુબેન સોજીત્રા, જશુમતીબેન રાવલ, પ્રતિમાબેન ઠાકર વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


