સીજેપીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસના જામીન મામલે મેજીસ્ટ્રેટને ધમકી મળી : એફઆઈઆર નોંધાઈ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
જંતરમંતર પર તિરંગો ફરકાવવા બદલ ગત સપ્તાહે ધરપકડ થયા બાદ પાંચ દિવસની જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયેલા કોકરોચ જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતા સૌરભ દાસ તથા આશુતોષ રાંકાને કસ્ટડીની મુદત બાદ મુક્ત કરાયા નથી અને આજે ફરી અદાલતમાં રજુ કરાય તેવી આશા છે. બીજી તરફ આ કેસની સુનાવણી કરનાર સ્પે. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટે ધડાકો કર્યો છે કે દાસ તથા રાંકીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા બદલ તેઓને ધમકી મળી રહી છે. તેઓની આ ફરિયાદ બાદ પોલીસે તે મુજબની એફઆઈઆર પણ નોંધી છે. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે પોલીસ ઈરાદાપુર્વ બન્ને નેતાઓની મુક્તિમાં વિલંબ કરી રહી છે. કોકરોચ જનતા પાર્ટીના કાનુની સલાહકાર રત્નાસિંઘે દાવો કર્યો કે રાંકા તથા દાસને ન્યાયીક કસ્ટડી બાદની સુનાવણી બપોરે ૧૨ વાગ્યે રખાઈ હતી તે કોઈ કારણ વગર સાંજે પાંચ વાગ્યે મુલત્વી રહી બાદમાં અદાલતમાં તેઓએ (મેજીસ્ટ્રેટે) કહ્યું કે, તેઓને ધમકીભર્યા કોલ મળી રહ્યા છે !


