સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી : ૧ર ઓકટોબરે વિપક્ષોએ યોજેલી માર્ચ અંગે જવાબ માંગ્યો
(બ્યુરો) નવી દિલ્હી તા.૧૫:
દેશની સર્વોચ્ચ અદાલતે વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે. ગત તા.૧ર ઓકટોબરના રોજ રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ દ્વારા ચૂંટણીપંચ અને એસઆઈઆર વિરૂધ્ધ માર્ચ યોજવામાં આવી હતી. જેને પગલે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો સર્જાયા હતા. આ ઘટનાક્રમથી સુપ્રિમ કોર્ટ ભારે નારાજ થઈ છે અને આ અંગે આજે કાર્યવાહી કરતા સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા તેમણે સુપ્રિમ કોર્ટ સુધી યોજેલી માર્ચ અંગે જવાબ માંગ્યો છે અને એવું નિરીક્ષણ કર્યું છે કે, જવાબદાર નેતાઓ દ્વારા આ પ્રકારનું વર્તન અપેક્ષીત નથી. સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને નોટીસ ફટકારીને આ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા માંગી છે. સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીના વર્તન અંગે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે.


