હવે છત્તીસગઢમાં કૃષી યુનિવર્સિટીનું પેપર લીક : પરીક્ષા રદ્દ

હવે છત્તીસગઢમાં કૃષી યુનિવર્સિટીનું પેપર લીક : પરીક્ષા રદ્દ

(એજન્સી)         રાયપુર, તા.૨૧
પાટનગર દિલ્હીના જંતરમંતરથી માંડીને ઝારખંડમાં પેપરલીક મુદ્દે ચાલેલા આંદોલનો માંડ શાંત થયા છે ત્યાં હવે છતીસગઢની ઈન્દીરા ગાંધી કૃષિ યુનિવસિર્ટીમાં પેપર લીક થતા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે અને તપાસ માટે ચાર સભ્યોની કમીટીનુ ગઠન કરવામાં આવ્યુ છે.
રાયપુર સ્થિત ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવસિર્ટી સંલગ્ન કોલેજોમાં બીએસસીના બીજા વર્ષની પરિક્ષાનુ પેપર પરીક્ષા શરૂ થયાના બે કલાક પહેલા જ વોટસએપ-સોશ્યલ મીડીયા પર ફરવા લાગ્યુ હતું.
આ ફરિયાદ મળતા જ યુનિવસિર્ટીનુ તંત્ર એકશનમાં આવી ગયુ હતું. પરિક્ષા રદ કરીને ચાર સભ્યોની તપાસ સમીતીની રચના કરવામાં આવી હતી. યુનિવસિર્ટી સંલગ્ન ૩૩ કોલેજોમાં ‘કૃષી કીટવિજ્ઞાન‘ વિષયની પરીક્ષા હતી તે રદ કરવામાં આવી હતી.