એશિયા કપ ટ્રોફી પ્રેઝન્ટેશન વિવાદ બાદ BCCI નકવી સામે વિરોધ નોંધાવશે

એશિયા કપ ટ્રોફી પ્રેઝન્ટેશન વિવાદ બાદ BCCI નકવી સામે વિરોધ નોંધાવશે
The New Indian Express

મુંબઈ, તા.૧
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ દેવજીત સૈકિયાએ મોટો આરોપ લગાવ્યો છે કે, ભારતીય ટીમે એશિયા કપ ૨૦૨૫ ફાઈનલમાં ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઈન્કાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘બીસીસીઆઈ આવતા મહિને યોજાનારી આઈસીસીની બેઠકમાં આ મુદ્દા અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવશે. મોહસીન નકવીને અલ્ટીમેટમ આપતા બીસીસીઆઈ BCC સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, ‘અમે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે, અમે એસીસી ચેરમેન પાસેથી ટ્રોફી સ્વીકારીશું નહીં, જે પાકિસ્તાનના સૌથી અગ્રણી નેતાઓમાંના એક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે ટ્રોફી અને મેડલ લઈને ચાલ્યા જવું જાેઈએ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને રમતની ભાવનાની વિરુદ્ધ છે. અમને આશા છે કે, ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારત પરત કરવામાં આવશે. અમે નવેમ્બરમાં ICC કોન્ફરન્સમાં આનો વિરોધ કરીશું.‘ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એ પણ સમજાવ્યું કે ભારતીય ટીમે પીસીબી પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી કેમ ન સ્વીકારી. તેમણે કહ્યું કે, ભારતીય ટીમ ક્યારેય એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં જે ભારત સામે યુદ્ધ કરી રહ્યો છે. જ્યાં સુધી ટ્રોફી અને ટ્રોફી વિતરણનો સવાલ છે, ભારત આવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં, પરંતુ આનાથી જેન્ટલમેનને ટ્રોફી અને મેડલ હોટલમાં લઈ જવાની પરવાનગી મળતી નથી. વર્ષ ૨૦૨૨નું ઉદાહરણ આપતા બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, ‘જાે નકવી ઇચ્છતા હોત તો તે કોઈ બીજાને ટ્રોફી ભેટમાં આપી શક્યા હોત. તેમણે યાદ કર્યું કે જ્યારે ૨૦૨૨માં શ્રીલંકાએ એશિયા કપ જીત્યો હતો, ત્યારે તત્કાલીન એસીસી પ્રમુખ જય શાહે ટ્રોફી ભેટમાં આપી ન હતી.‘