જૂનાગઢ શહેર-જીલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે ભારે થનગનાટ
વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમો-પ્રાચીન ગરબીઓ તો ખરી જ સાથે જ વિવિધ જ્ઞાતી, સમાજાે દ્વારા રાસોત્સવનાં ભવ્ય કાર્યક્રમો યોજવા તડામાર તૈયારી
જૂનાગઢ તા. ૫
જૂનાગઢ શહેર-જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવની ધામધુમથી અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે. નવલા માના નોરતાની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ નવરાત્રીનાં આગમનને વધાવવા માટે ‘વેલકમ’ નવરાત્રીનાં કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહયું છે. તેમજ પરંપરાગત રીતે યોજાતા ગરબા, પ્રાચીન ગરબીઓ ઉપરાંત વિવિધ જ્ઞાતિ સમાજાે દ્વારા નવરાત્રીનાં પર્વને અનુલક્ષીને રાસોત્સવનાં કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આદ્યશકિત અંબા માતાજીનાં નવલા નોરતાનો આગામી તા. ૧૧-૧૦-ર૬ આસો સુદ-૧ રવીવારથી પ્રારંભ થઈ રહયો છે. શકિતની આરાધનાનાં પર્વ આસો માસનાં નવરાત્રીની ભાવ અને ભકિતભાવ પૂર્વક સર્વત્ર ઉજવણી કરવામાં આવશે. દશ-દશ દિવસ ચાલનારા પર્વની ઉજવણી દેશભરમાં ભારે ઉત્સાહભેર દર વર્ષે કરવામાં આવે છે. અને આ વર્ષે પણ ભાવભેર ઉજવણી કરવામાં આવશે. નવરાત્રી પર્વની ઉજવણીમાં દરેક શહેરો અને ગામોમાં રાસ-ગરબાનાં ભવ્ય કાર્યક્રમો યોજવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવવા ઉત્સાહ પ્રવર્તી રહયો છે. નવરાત્રીનાં આગમનને વધાવવા માટે વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમજ આ અંગેનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરમાં રપ૦થી વધારે ગરબી કરવામાં આવે છે. જે તે વિસ્તારનાં ગરબી મંડળો દ્વારા નવરાત્રી ઉત્સવની ઉજવણી અંતર્ગત બાળાઓનાં રાસનાં આયોજનો કરવામાં આવ્યા છે. શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોનાં ગરબી ચોકને શણગારી નવરાત્રીનાં પ્રારંભે માતાજીનો મઢ પધરાવી આદ્યશકિત અંબા માતાજીની આરતી સાથે ઉત્સવનો પ્રારંભ થશે. તેમજ ગરબીઓમાં બાળાઓનાં જુદા જુદા રાસનાં કાર્યક્રમો યોજવામાં આવશે. નવરાત્રીને માત્ર ૬ દિવસ જ બાકી રહયા છે ત્યારે ગરબી મંડળનાં કાર્યકરો, સંચાલકો દ્વારા જાેરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને બાળાઓનાં રાસ-ગરબાની પ્રેકટીસ પણ કરવામાં આવી રહી છે. નવરાત્રી મહોત્સવને ઉજવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન રાસ-ગરબાની સાથે સાથે અન્ય શહેરોની માફક જૂનાગઢ શહેરમાં પણ ભવ્ય રાસોત્સવનાં કાર્યક્રમોનું પણ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્ટી પ્લોટમાં નવરાત્રી પૂર્વ પ્રસંગે રાસોત્સવનાં કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રાની આધુનિક સીસ્ટમ, ખેલૈયાઓને મનમુકીને રાસ રમવા મળે એવુ પ્લેટફોર્મ અને જાણીતા કલાકારોનાં કંઠે ગવાતા ગરબાનાં સુર અને તાલ સાથે રાસ રમવા એ પણ અનેરો લ્હાવો છે. જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ, સમજાે દ્વારા ભવ્ય રાસોત્સવનાં કાર્યક્રમનું આયોજન થયું છે. અને ખાસ તો પોતાનાં જ્ઞાતીનાં યુવાનોને રાસ રમવાની ઘર આંગણે જ તક મળે તેવા સરસ મજાનાં આયોજનને વ્યાપક આવકાર પણ મળી રહયો છે. જૂનાગઢ શહેર-જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને લોકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.


