જૂનાગઢની પ્રેમાનંદ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાવજ ડેરીની મુલાકાત લીધી
જૂનાગઢ તા.ર૭
વિદ્યાર્થીઓને પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને જાે વાસ્તવિક રીતે જાેવા મળે તો એ સાચા અર્થમાં સિદ્ધ થઈ શકે છે. એમાં પણ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે એમના વિવિધ વિષયોમાં જે આવે છે તે સામાન્ય રીતે વિદ્યાર્થી માટે નવું હોય છે. તો પ્રેક્ટીકલ જ્ઞાન ઘણું શીખવી જાય છે.
પ્રેમાનંદ કોમર્સ સ્કૂલના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તાજેતરમાં શ્રી સાવજ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ચાલતી સાવજ ડેરીની મુલાકાત લીધી. ડેરીના મુખ્ય વ્યક્તિઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને પરચેઝ થી લઈ અને સેલ્સ સુધીનું તથા પ્રોડક્શન દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તે વિગતે જ્ઞાન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા સંચાલિત શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં કેજી થી ધોરણ ૧૨ સાયન્સ તથા કોમર્સ બંને માધ્યમમાં ક્લાસરૂમ ટીચિંગની સાથે પ્રેક્ટીકલ નોલેજ એનરીચમેન્ટને પુરતું મહત્વ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓની સમજણ શક્તિમાં ખૂબ વધારો થાય છે અને એકવાર શીખેલું એ ક્યારેય ભૂલતા નથી.


