જૂનાગઢમાં કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશનનાં વેપારીઓ દ્વારા યુપીઆઈ પેમેન્ટનો આજે સામુહિક બહીષ્કાર કરાયો
જૂનાગઢ તા. ર
જૂનાગઢ સહીત ભારતભરનાં વેપારીઓ દ્વારા આજે યુપીઆઈ દિવસ મનાવવામાં આવી રહયો છે. અને ડીજીટલ પેમેન્ટ લેવાનો બંધ રાખવામાં આવ્યુ હતું. 2જી ઓકટોબર ગાંધી જયંતિનાં આજનાં દિવસે વેપારીઓએ યુપીઆઈ પેમેન્ટનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જૂનાગઢ શહેરમાં કલોથ એન્ડ રેડીમેટ એસો. દ્વારા ભારતભરના વેપારીઓને એકજુથ કરવા અનોખો વિરોધ પ્રદર્શન યોજવામાં આવેલ. તમામ વેપારીઓની એક દિવસ માટે દુકાનોમાં જ ડીજીટલ માધ્યમથી એટલે કે યુપીઆઈથી પેમેન્ટ લેવાનો સંપૂર્ણ બહીષ્કાર કરવામાં આવ્યો હતો. કલોથ એન્ડ રેડીમેટ એસો.નાં ઉપપ્રમુખ હિતેશ વી. સંઘવી દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી કે આજે કોઈએ પણ ગ્રાહકો પાસેથી યુપીઆઈ મારફતે પેમેન્ટ સ્વીકારવું નહી. વેપારીઓની એકતા અને શકિતનું પ્રદર્શન કરવા માટે આજે દુકાનદારોએ પોતાની દુકાને કાઉન્ટર પર રાખેલા યુપીઆઈ સ્કેનર પર કાળુ કપડુ ઢાંકી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.


