જૂનાગઢમાં મનપા દ્વારા સોમવારે વોર્ડ નં. ૧, ર, ૩, ૪, પ, ૬ અને ૧૩નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

સબંધીત સરકારની વિવિધ યોજનાઓનાં સ્ટોલ રખાશે - લાભ લેવા અપીલ

જૂનાગઢમાં મનપા દ્વારા સોમવારે વોર્ડ નં. ૧, ર, ૩, ૪, પ, ૬ અને ૧૩નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ તા. ૩
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે "સેવા સેતુ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જૂનાગઢના સંયુકત ઉપક્રમે તા.૫-૧૦-૨૬ સોમવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી કયાડા વાડી, પટેલ સમાજ, જોષીપુરા, જૂનાગઢ ખાતે યોજાશે. શહેરના વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, અને ૧૩ના શહેરીજનો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારની વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓ, આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજજવલા યોજના, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના, એસ.ટી વિભાગ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે. અને વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે. તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં શહેરના વોર્ડ નં. ૧,૨,૩,૪,૫,૬,૭, અને ૧૩ના શહેરીજનોની અરજીઓ બપોરના ૨ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.