જીવન અને આરોગ્ય વિમા પોલીસી પર હવે શૂન્ય જીએસટી
નવી દિલ્હી તા.૦૪ :
સરકાર દ્વારા જીએસટીમાં બીજા તબકકાના સૌથી મોટા ફેરફારની ગઈકાલે રાત્રીના ૧૦ વાગ્યે નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી તેમાં
જીવન તથા સ્વાસ્થ્ય વિમા પર જે ૧૮% જેવો ઉંચો જીએસટી વસુલાતો હતો તે શુન્ય કરીને વિમા હોલ્ડરોને મોટી રાહત આપી છે.
તો દેશમાં હવે આરોગ્ય-જીવન વિમા કલ્ચર પણ વધશે તેવો બુસ્ટરડોઝ આપ્યો છે. તા.૨૨ સપ્ટેમ્બર અને તેના પછી નવી લેવાતી- રીન્યુ થતી પોલીસીમાં હવે કોઈ જીએસટી ચુકવવો પડશે નહી તે નિશ્ચિત કર્યુ છે.
નાણામંત્રી એ જાહેર
કર્યુ કે, વિમા પોલીસી સૌને પોષાય શકે તેવી બને તે માટે જીએસટી દરમાં પુર્ણ રીતે વિમા પોલીસીને રાહત અપાઈ છે તથા મહેસુલ સચીવે એ પણ જાહેર કર્યુ કે આ ર્નિણય પુર્વે સ્ટોક હોલ્ડર એટલે કે વિમા કંપનીઓને પણ વિશ્વાસમાં લેવામાં આવી હતી તથા અમો પણ એ નિશ્ચિત કરશું કે જીએસટી નાબુદીનો લાભ પોલીસી હોલ્ડરને પુરેપુરો આપવામાં આવે.


