તહેવારોમાં રાહત : કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.ર૦૦નો ઘટાડો

તહેવારોમાં રાહત : કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.ર૦૦નો ઘટાડો

(એજન્સી)     નવી દિલ્હી તા.૧:
ઓગસ્ટ મહિનાની શરૂઆત નોંધપાત્ર રાહત સાથે થઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર વહેલી સવારે સસ્તા થયા છે. ઓઇલ માર્કેટિગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમશિર્યલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં પણ ભારતે ગેસ-પેટ્રોલિયમ પુરવઠો જાળવી રાખીને મોટી રાહત આપી છે. જો કે આંતરરાષ્ટ્રીય ધોરણે ભાવ વધારાની ઘરેલુ તથા કોમશિર્યલ ગેસના ભાવમાં વધારો કરવો પડયો હતો પણ હવે સરકારે આગામી સમયમાં શરૂ થઈ રહેલા તહેવારો પુર્વે જ કોમશિર્યલ ગેસના ભાવમાં મોટી રાહત આપી છે.
આજથી ૧૯ કિલોના વ્યાપારી ઉપયોગ માટેના ગેસના સિલિન્ડરના ભાવમાં રૂા.૨૦૦નો ઘટાડો થયો છે. દેશભરમાં આ ભાવ ઘટાડો રૂા.૨૦૨ થી રૂા.૨૦૯ની રેન્જમાં થશે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ યથાવત જ રહ્યા છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આજથી જ થયેલા ઘટાડામાં કોલકતામાં ૧૯ કિલોનું સિલિન્ડર રૂા.૨૦૯ સસ્તુ થયુ છે અને રૂા.૨૮૭૨.૫૦માં ઉપલબ્ધ રહેશે. દિલ્હીમાં રૂા.૨૦૨નો ઘટાડો એટલે કે ૨૮૭૯.૫૦માં મળશે.