માનવ મૃત્યુના બનાવો બાદ 18 દિવસમાં 30 થી વધુ સિંહોે પાંજરે પુરાયા : સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી

માનવ મૃત્યુના બનાવો બાદ 18 દિવસમાં 30 થી વધુ સિંહોે પાંજરે પુરાયા : સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી

અમરેલી તા.30
દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો હાલ એક મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. અમરેલી જિલ્લા સહિત બૃહદ ગીરના રેવન્યુ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહો દ્વારા મનુષ્યો પર થયેલા હુમલા અને માનવ મૃત્યુના બનાવોને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. વનમંત્રીની મુલાકાત બાદ વન વિભાગ દ્વારા રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડી લેવાના કડક આદેશો છૂટ્યા છે. જેના પગલે ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 18 દિવસમાં જ 30 કરતા પણ વધુ સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. જો કે, આમ આડેધડ પ્રકારે સિંહોને પકડવાને કારણે સિંહપ્રેમીઓમાં ભારે નારાજગી અને રોષ ફાટી નીકળ્યો છે.