શેરબજારમાં બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સમાં ૧૩૦૦ પોઈન્ટનો ઘટાડો ડોલર સામે રૂપિયાએ ૯૪.ર૬નું નવુ તળીયુ બનાવ્યું

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સમાં ૧૩૦૦ પોઈન્ટનો ઘટાડો  ડોલર સામે રૂપિયાએ ૯૪.ર૬નું નવુ તળીયુ બનાવ્યું

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૭
મધ્યપૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ ખત્મ થવાના કોઈ નકકર સંકેતો નથી અને તે માટેના પ્રયાસો પણ નાકામ થવા સાથે હાલત વધુ ખતરનાક બનવાના એંધાણથી ભારતીય શેરબજાર તથા કરન્સી માર્કેટમાં ફરી કડાકા સર્જાયા છે. સેન્સેકસમાં ૧૩૦૦ પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયુ છે. રૂપિયો ૯૪ થી નીચે સરકીને ૯૪.૨૬ ઓલટાઈમ લોના સ્તરે પહોંચ્યો હતો. યુદ્ધને કારણે ભારત સહીત વૈશ્વિક અર્થ વ્યવસ્થા પ્રભાવીત થઈ રહી છે અને આવનારા દિવસોમાં સંકટ વધુ વકરવાના ભણકારાથી કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ ચાલુ રહ્યું હતું આજે વધુ ગગડયો હતો.
ઈતિહાસમાં પ્રથમવાર ૯૪ ની સપાટીની નીચે ઉતર્યો હતો. ૨૯ પૈસાના ઘટાડાથી ૯૪.૨૬ સાંપડયો હતો ભારતને બેવડો માર પડી રહ્યો છે યુદ્ધને કારણે પેટ્રોલીયમ ચીજો ખાતર સહીતની આયાતી ચીજોની સપ્લાયનું સંકટ છે જ ઉપરાંત રૂપિયાની નબળાઈથી તે વધુ મોંઘા થશે.ઘરઆંગણે પણ મોંઘવારીને વધુ માર સહન કરવો પડશે.