અલ-ફલાહ યુનિવર્સિટી આતંકનો અડ્ડો : દિલ્હી-ફરીદાબાદ કેમ્પસ સહિત ૩પ સ્થળોએ એનઆઈએના દરોડા

અલ-ફલાહ યુનિવર્સિટી આતંકનો અડ્ડો : દિલ્હી-ફરીદાબાદ કેમ્પસ સહિત ૩પ સ્થળોએ એનઆઈએના દરોડા

(એજન્સી)     નવી દિલ્હી, તા.૧૮
દિલ્હીમાં તા.૧૦ના દિલ્હીમાં ના થયેલા બોમ્બ ધડાકાના સમગ્ર ષડયંત્રના કેન્દ્રમાં હરિયાણાના ફરિદાબાદથી અલ-ફલાહ યુનિ.જ હતી તે નિશ્ચિત થઈ રહ્યું છે તે એનઆઈએની ટુકડીઓએ દિલ્હીમાં પોખલા સ્થિત યુનિ. અને ફરિદાબાદ કેમ્પસ સુધી ૩૫ સ્થળો પર દરોડા પાડયા છે.
હવે વિદેશથી આ યુનિ.માં મળતા ભંડોળ વિ. તપાસ માટે ઈડીએ પણ આજે દરોડા શરૂ કર્યો છે તથા છેક કાશ્મીરથી દિલ્હી સુધી ધરપકડમાં વધુ ૭ લોકોની અટકાયત કરાઈ છે. આ પ્રકારના નેટવર્કમાં યુવા તબીબો જે આ યુનિ.માં અભ્યાસ કરતા હતા તેમને હની ટ્રેપમાં ફસાવવા છેક કાશ્મીરથી પણ યુવતીઓને બોલાવાઈ હોવાનું તથા સમગ્ર નેટવર્ક ‘મીશન-કાફીર‘ તરીકે ગોઠવાયુ હતું તેમાં મુસ્લીમ યુવતીઓના બ્રેઈન વોશ કરી તેઓને આત્મઘાતી બોમ્બર બનાવવાની પણ તૈયારી હતી. ડો. શાહીને રાખવામાં આવી હતી. ડો. શાહીનને કોડવર્ડમાં મેડમ-ઝેડ તરીકે ઓળખવામાં આવતી હતી. આમ દિલ્હી બ્લાસ્ટસ એ એક મોટા ષડયંત્રના એક 
ભાગ જ હતો અને આ નેટવર્કમાં ગુજરાત છે જે ત્રણ ત્રાસવાદીઓ ઝડપાયા હતા. તેઓ પણ શામેલ હોવાનું માનવામાં આવે છે.