આવતીકાલે દુબઈમાં ભારત-પાક ક્રિકેટ જંગ  ટીમ ઈન્ડિયા હોટ ફેવરીટ : બોયકોટ ટ્રેન્ડ

આવતીકાલે દુબઈમાં ભારત-પાક ક્રિકેટ જંગ  ટીમ ઈન્ડિયા હોટ ફેવરીટ : બોયકોટ ટ્રેન્ડ

(એજન્સી)             દુબઈ તા.૧૩
એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે  ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ રમાશે. આ મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે ૭:૩૦ વાગ્યે થશે.
મેચ પહેલા, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફે એક નિવેદન આપ્યું છે. પીટીઆઇ સાથે વાત કરતા કહ્યું આપણે ભારત સામેની મેચ વિશે વધુ ભાવુક થઈ જઈએ છીએ અને તેના કારણે આપણે આપણી રમત ભૂલી જઈએ છીએ. ભારતીય ટીમ પરિસ્થિતિ અને પિચ જોઈને રમે છે, જ્યારે પાકિસ્તાન દબાણ સહન કરી શકતું નથી. પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી સમાન દબાણ હેઠળ રમી રહ્યું છે અને ભારત આ વખતે પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે.   હાલના સમયની વાત કરીએ તો, ભારતીય ટીમ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે. ભારત વિશ્વની નં.૧ ટી-૨૦ ટીમ છે. સોશ્યલ મિડીયામાં ભારત-પાક. ક્રિકેટ મેચ સામે બોયકોટ ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.