ઉત્તરાખંડમાં હરકીપૌડી ખાતે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં હરકીપૌડી ખાતે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

(એજન્સી)       દહેરાદૂન તા.૧૭: 
ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારના હર કી પૌડી ખાતે બિન-હિદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે હર કી પૌડીમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ પવિત્ર ગર્ભગૃહને ધ્યાનમાં રાખીને, હર કી પૌડી અને માલવિયા ટાપુ વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ થોડા સમય પૂર્વે થોડા દિવસો પહેલા હર કી પૌડી વિસ્તારમાં શૂટ કરાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અરબી પોશાક પહેરેલા બે યુવાનો ઘાટ પર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. અને પુજારીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે આ મામલાની નોંધ લીધી અને તપાસ શરૂ કરી હતી. જેના લીધે હવે
ફિલ્મી ગીતો પર આધારિત રીલ્સ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગા સભાએ સોશિયલ મીડિયા પર આવી રીલ્સ ફરતી કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.