ઉના શહેરમાં આખા દિવસ દરમ્યાન અડધો ઇંચ વરસાદ વરસી ગયો મોસમનો કુલ વરસાદ ૨૭.૧૦ ઇંચ થયો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૬
ઉના શહેરમાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી ફરીથી ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો જે આખી રાત વરસતા સવારે છ સુધીમાં ૯૦ મી. મી. વરસી ગયો હતો. ભારે વરસાદને કારણે આનંદ બજાર, મહેતા હોસ્પિટલ સામે હજરતશાહ તરફ જતા રોડ ઉપર તેમજ ભીમપરાના ખાણ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકાને જાણ કરવામાં આવતા ડ્રેનેજ વિભાગનો સ્ટાફ, સાધનો સાથે નગરસેવક વિનોદભાઈ બામભણીયા અને અસ્મિતાબેન મહેશભાઈ બામભણીયાના પ્રતિનિધિ મહેશભાઈ બામભણીયા પહોંચી ગયેલ અને પાણીનો નિકાલ કરેલ હતો. આજે સવારથી મેઘરાજા ધીમા પડેલ હતા સાંજે છ સુધીમાં ૧૦ મી.મી. વરસાદ વરસી ગયો હતો. મોસમનો કુલ વરસાદ ૨૭.૧૦ ઇંચ(૬૮૦મી. મી.) નોંધાયો હતો. ગઈકાલે રાત્રીના ઉના તાલુકાના ગ્રામય વિસ્તાર કેસરિયા ગામમાં નવાપરા, મહાકાળી માતાજીના મંદિર પાસે તેમજ વાસોજ ગામમાં પણ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.


